Sunday 10 February 2019

તાડ નાં ફળ નાં ફાયદા

તાડ ના જંગલી ફળ - ફાયદા જાણીને દંગ રહી જશો.

ગરમીના વધતા તાપમાન થી રાહત મેળવવા અને શરીરની ઉણપને દુર કરવા માટે ગરમીમાં ખાવા માટે ઘણા એવા ફળ હોય છે જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી ગણાય છે. એટલા માટે આ ફળને આઈસ એપલના નામથી પણ ઓળખવા માં આવે છે. આ ફળના વૃક્ષનું નામ તાડનું વૃક્ષ છે. તો ચાલો જાણીએ આ ફળના ફાયદા વિશે.
તાડના વૃક્ષનું ફળ બીજા ફળ સમાન જ શરીરને તદુરસ્ત રાખે છે એ ઘણી બીમારીઓ માંથી રાહત આપવા માં કામ કરે છે. જેનાથી શરીરને એનર્જી મળે છે. તાડના વૃક્ષના ફળનો સ્વાદ નારીયેલ  ના ફળની સમાન હોય છે. તો ચાલો તાડના વૃક્ષ સાથે સંકળાયેલા ફાયદા વિશે જાણકારી જાણીએ. તાડનું ફળ એ લોકો માટે એક સારો વિકલ્પ છે જે પર્યાપ્ત આહાર લઇ શકતા નથી. આ બાળકો અને વયસ્કોમાં કુપોષણને પણ રોકે છે.
સવારે તાજા તાડીનો ઉપયોગ દવાના રૂપમાં કરવામાં આવે છે. એનું સેવન પેટની બીમારીઓ દુર કરે છે. આ પથરીને ગળવાનું કામ કરે છે. અથવા કિડનીની બીમારીઓમાં પણ લાભદાયક બને છે.
આ ફળનો ઉપયોગ શરીરની તાકાત વધારવા માટે પણ કરવામાં આવે છે. ખેતર માં પરિશ્રમ કરતા ખેડૂતોનું આ ફળ મુખ્ય ફળો માંથી એક છે આ ફળને એ લોકો ખાધ્યા પછી જુન જુલાઈ મહિનામાં આખો દિવસ ખેતરમાં કામ કરી શકે છે. જો આ ફળનું તમે સેવન કરો છો તો તમારામાં એનર્જીની ઉણપ રહેશે નહિ અને તમારું શરીર ખુબ જ તાકાત વાળું રહે છે.તાડના વૃક્ષના ફળમાં ઘણા પ્રમાણમાં પોટેશિયમ રહેલુ હોય છે, જે શરીર ની અંદરની ગંદકીને સાફ કરીને લીવરને સુરક્ષિત રાખવામાં દદ કરે છે. આ શરીરની અંદર ના ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી શરીરના ઘણા પ્રકાર ના રોગો પણ દુર થઇ જાય છે. આ ફળનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

No comments:

Post a Comment